આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા તાલુકાના ગામ નજીકના તળાવમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ વિસર્જન દરમ્યાન દુર્ઘટના બની છે. ઠાકોર યુવાન તરવૈયો હોવાં છતાં તળાવમાં ડૂબી ગયાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહેસાણા પાલિકા અને ડિઝાસ્ટરની ટીમ પહોંચી શોધખોળ શરૂ કરી છે.

મહેસાણા તાલુકાના ગુંજાળા ગામના શ્રધ્ધાળુઓ રવિવારે બપોરે નજીકના ખેરવા ગામના તળાવે આવ્યા હતા. ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરતા પહેલાં આરતી કરી હતી. આ દરમ્યાન તળાવમાં અગાઉથી પ્રવિણજી ઉર્ફે (મોન્ટુ)ચંદુજી ઠાકોર નામનો યુવાન તરતો હતો. જોકે મૂર્તિ વિસર્જન બાદ પણ યુવાન નહિ દેખાતા ડૂબતો હોવાનું સામે આવ્યું હતું.

swaminarayan
ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર કેટલાક યુવાનોએ બચાવવા જતાં પાણીના પ્રવાહમાં જોખમ બન્યું હતું. આથી તાત્કાલિક અસરથી મહેસાણા પાલિકાને જાણ કરતાં ટીમ દોડી આવી હતી. યુવાન બપોરે 4 વાગ્યાના સુમારે ડૂબ્યો હોઇ દોઢથી બે કલાક પછી પણ શોધી શકાયો નથી. આથી તેના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હોવાની સ્થિતિ બની છે.

ખેરવા તળાવ નજીક પોલીસ વ્યવસ્થા જરૂરી

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેરવા તળાવ વરસાદને પગલે ભરાઇ ગયું છે. આ સાથે નહેર સહિતનું પાણી પણ આવે છે. જેથી યુવાનો તળાવમાં ડૂબકી લગાવે છે. જોકે ગણપતિ મહોત્સવ દરમિયાન દુર્ઘટનાની સંભાવના જોતાં પોલીસ વ્યવસ્થા જરૂરી હોવાનું બન્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code