દુર્ઘટના@મોડાસા: ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, શિક્ષકનું મોત નિપજ્યું

અટલ સમાચાર, ધનસુરા કોરોના મહામારી વચ્ચે આજે ધનસુરા-મોડાસા રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં શિક્ષકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો અને વાહનચાલકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટના બાદ ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ
 
દુર્ઘટના@મોડાસા: ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, શિક્ષકનું મોત નિપજ્યું

અટલ સમાચાર, ધનસુરા

કોરોના મહામારી વચ્ચે આજે ધનસુરા-મોડાસા રોડ પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં શિક્ષકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો અને વાહનચાલકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટના બાદ ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ધનસુરા-મોડાસા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયુ છે. કરણપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોપાલભાઇ વિસાભાઇ ભરવાડ(રહે.રમાણા, તા.ધનસુરા) કાર નંબર GJ.31.A.4586 લઇને પસાર થતાં હતા. આ દરમ્યાન ધનસુરા-મોડાસા રોડ પરના રહિયોલ પાસે ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે બપોરના સમયે સર્જાયેલ અકસ્માતમાં શિક્ષકનું મોત થતાં શાળા પરિવાર સહિત પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ ગોપાલભાઇ ભરવાડ મિલનસાર સ્વભાવના હતા. જોક આજે તેમનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ ધનસુરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.