દુર્ઘટના@પાકિસ્તાન: કરાંચીનાં રહેણાંકમાં પ્લેન ક્રેશ, અનેકના મોત

અટલ સમાચાર, ડેસ્ક પાકિસ્તાનમાં લાહોરથી કરાંચી જઇ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર બની છે. પાકિસ્તાન મીડિયાના અનુસાર આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ નજીક બની છે. આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ પર લેન્ડિંગની મિનિટો પહેલા બની હતી. આ પ્લેનમાં કુલ 91 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંત આ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતા
 
દુર્ઘટના@પાકિસ્તાન: કરાંચીનાં રહેણાંકમાં પ્લેન ક્રેશ, અનેકના મોત

અટલ સમાચાર, ડેસ્ક

પાકિસ્તાનમાં લાહોરથી કરાંચી જઇ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર બની છે.  પાકિસ્તાન મીડિયાના અનુસાર આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ નજીક બની છે. આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ પર લેન્ડિંગની
મિનિટો પહેલા બની હતી. આ પ્લેનમાં કુલ 91 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.  આ ઉપરાંત આ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતા ત્યાં પણ જાન માલનું ખુબ મોટી ખુંવારી થયાનું પ્રાથમિક અનુમાન છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાકિસ્તાન ઇન્ટરનેશ એરલાઇનસનું એક પેસેન્જર પ્લેન એરબસ A 320 શુક્રવારે કરાંચી નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. આ પ્લેન લાહોરથી કરાંચી આવી રહ્યું હતું. પ્લેનમાં સર્જાયેલી ટેક્નીકલ ખરાબીના કારણે દુર્ઘટના થઇ. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 98 લોકો હતા. 85 યાત્રી ઇકોનોમી ક્લાસમાં હતા. 9 પેસેન્જર બિઝનેસ પ્લાનમાં હતા. જ્યારે અન્ય ક્રૂ મેમ્બર્સ હતા.

ક્રેશની કેટલીક તસ્વીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, પ્લેન કરાંચી એરપોર્ટથી થોડા અંતરે જિન્ના ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું. આ વિસ્તારને મલીર પણ કહેવામાં આવે છે. પ્લેનના કારણે અનેક ઘર તબાહ થઇ ગયા છે અને આગ લાગી ગઇ છે. આ મકાનોમાંથી પણ ધુમાડાના ગોટેગોટા નિકળી રહ્યા છે. પાકિસ્તાી મીડિયા રિપોર્ટ અનુસાર અનેક પરિવારો આ મકાનોમાં પણ ફસાયેલા હોવાની આશંકા છે.