આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલપુર

બનાસકાંઠાના પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ કાણોદરમાં હિટ એન્ડ રનના બનાવમાં આજે વહેલી સવારે કારની ટક્કરથીપિતા-પુત્રીનું કરૂણ મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત સર્જી કારચાલકે ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ કાણોદર ગામમાં ગેરેજમાં કામ કરતાં અમરતભાઈ ભીખાભાઇ મીર (ઉ.વ. 50) ધોરણ 2 માં અભ્યાસ કરતી પોતાની દીકરીને શાળામાં મુકવા જઇ રહ્યા હતા.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટનામાં બે મોત નીપજ્યા છે. આ દરમિયાન હાઇવે ક્રોસ કરતા સમયેરાજસ્થાન તરફથી પુર ઝડપે આવતી કાર નંબર જી.જે. 38 ટી.એ. 0464 ના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી પિતા- પુત્રીને હડફેટેલઈ ભયાનક ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, પિતા-પુત્રીને હવામાં ફંગોળતા ઘટનાસ્થળે જ બન્નેના કરુણ મોત થયા હતા. આ બનાવને પગલે પંથકના લોકો દોડી આવ્યા હતા અને પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભયાનક અકસ્માતમાં કાર ઘસેડાઇને ઘણી દૂર ટકરાઇ હતી. અકસમાતના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બનાવવની વિગતો જાણ લઇ બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેની અટકાયત કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code