આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં આપઘાતનો બીજો બનાવ સામે આવ્યો છે. પાલનપુરની સોસાયટીમાં 18 વર્ષીય યુવતિની પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાને લઇ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સ્થાનિક ચર્ચાઓ મુજબ યુવતિએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આપઘાતનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે યુવતિએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવતિનું નામ જયશ્રીબેન હરેશભાઇ રાઠોડ હોવાનું સામે આવ્યુ છે. પોતાના જ ઘરમાં કેમ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે પાલનપુર પશ્વિમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code