દુર્ઘટના@પાટણ: નીલગાય વચ્ચે આવતાં ટર્બો પલટી જતાં કંડક્ટર ઇજાગ્રસ્ત, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ તાલુકાના ગામે ટર્બો પલટી મારી જતાં કંટક્ટરનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત તા.18 માર્ચના રોજ સાંજના સમયે ગામ નજીક રોડ પર ટર્બોની આગળ નિલગાય આવી જતાં ટર્બો પલટી મારી ગયો હતો. જેમાં કંડક્ટરને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ
 
દુર્ઘટના@પાટણ: નીલગાય વચ્ચે આવતાં ટર્બો પલટી જતાં કંડક્ટર ઇજાગ્રસ્ત, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ તાલુકાના ગામે ટર્બો પલટી મારી જતાં કંટક્ટરનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત તા.18 માર્ચના રોજ સાંજના સમયે ગામ નજીક રોડ પર ટર્બોની આગળ નિલગાય આવી જતાં ટર્બો પલટી મારી ગયો હતો. જેમાં કંડક્ટરને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતાં રસ્તામાં જ મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પિતાએ ટર્બો ચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના ભુતિયાવાસણા પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર વચ્ચે મોત થયુ છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉબરીમાં રહેતાં ભૈરવસિંહ ઊંઝાના વિશોળ ગામના ઠાકોર લાલાજી સાથ ટર્બો ટ્રકમાં ચારેક વર્ષથી કંડક્ટર તરીકે નોકરી કરતાં હતા. આ દરમ્યાન ગત તા.18/03/2021ના રોજ તેઓને પાટણના ભૂતિયાવાસણા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં નિલગાય વચ્ચે આવી જતાં ટર્બો પલટી મારી જતાં પ્રહલાદજી ઠાકોર(દેલીયાથરા, તા.સરસ્વતી) અને ભૈરવસિંહ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જોકે ભૈરવસિંહને વધુ ઇજાઓ પહોંચી હોઇ તેમને પ્રથમ ધારપુર લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે જનતા આઇસીયુમાં લઇ જતાં દરમ્યાન રસ્તામાં જ તેમનું મોત થયુ હતુ.

દુર્ઘટના@પાટણ: નીલગાય વચ્ચે આવતાં ટર્બો પલટી જતાં કંડક્ટર ઇજાગ્રસ્ત, સારવાર દરમ્યાન મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણના ભૂતિયાવાસણા પાસે ટર્બો પલટી મારી જવાની ઘટનામાં કંડક્ટરનું સારવાર દરમ્યાન મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના પિતાને ઘટનાનું વર્ણન તેમના પુત્રએ કર્યા બાદ ડ્રાઇવર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મૃતકના પિતા સોરાબજી બાબુજી પરમાર(ઠાકોર) ટર્બો ચાલક પ્રહલાદજી પુનાજી ઠાકોર સાથે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ટર્બો ચાલક સામે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.