file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પોરબંદરના હનુમાનગઢમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ત્રણ બાળકો બળીને ભડથુ થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ત્યાં સુધી અંદર રહેલા ત્રણેય બાળકો મોતને ભેટ્યાં હતા. બાળકોના મૃતદેહને રાણાવાવ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુક્રવારે રાજ્યમાં ત્રણ અલગ અલગ આગની ઘટના સામે આવી હતી. જેમાં પોરબંદરના હનુમાનગઢ ગામે લાગેલી આગમાં ત્રણ બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે પૂરબ જીનીંગ મીલમાં આગ લાગતા લાખોની કિંમતનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ત્રીજી ઘટનામાં પંચમહાલમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી.

સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે પૂરબ જીનીંગ મીલમાં આગ લાગવાની ઘટના બની છે. આગમાં લાખોની કિંમતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. આ આગમાં લાખોની કિંમતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પંચમહાલ ઘોઘંબાના કણબી પાલ્લી ગામે પાર્કિગમાં પડેલી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે થોડા જ સમયમાં આગ બળીને ખાક થઇ ગઇ હતી. એમ્બ્યુલન્સ પશુ હોસ્પિટલની હતી. જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code