દુર્ઘટના@પ્રાંતિજ: પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું અકસ્માતમાં મોતથી ચકચાર

અટલ સમાચાર,પ્રાંતિજ કોરોના મહામારી વચ્ચે ગઇકાલે પ્રાંતિજમાં સર્જાયેલા અકસ્માતમાં આજે સારવાર દરમ્યાન વધુ એકનું મોત થયુ છે. પ્રાથમિક તપાસમાં આજે મૃત્યુ પામનાર વ્યક્તિ પ્રાંતિજની કરોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે તેઓ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ હોવાનું સામે આવ્યુ છે. માર્ગ અકસ્માતની ઘટનામાં તેમના મોતથી પરિવારજનો સહીત શાળા
 
દુર્ઘટના@પ્રાંતિજ: પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું અકસ્માતમાં મોતથી ચકચાર

અટલ સમાચાર,પ્રાંતિજ

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે પ્રાંતિજમાં સર્જાયેલા અકસ્માતમાં આજે સારવાર દરમ્યાન વધુ એકનું મોત થયુ છે. પ્રાથમિક તપાસમાં આજે મૃત્યુ પામનાર વ્યક્તિ પ્રાંતિજની કરોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે તેઓ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ હોવાનું સામે આવ્યુ છે. માર્ગ અકસ્માતની ઘટનામાં તેમના મોતથી પરિવારજનો સહીત શાળા પરિવામાં શોક વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં માર્ગ અકસ્માતની ઘટનામાં શિક્ષકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને કરોલ પ્રાથમિક શાળામા઼ શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપ પટેલનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ગઇકાલે તલોદના રોડ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં આજે વધુ એકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે ભેસાવાડાના યુવાનનું મોત થયું હતું. અકસ્માતમાં પ્રમુખને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આજે હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન પ્રાથમિક સિક્ષક સંઘના પ્રમુખનું મોત નિપજ્યું હતું.