દુર્ઘટના@રાજસ્થાન: ઓઈલ રિફાઇનરી પચપદરામાં ભીષણ આગ, PM મોદી કરવાના હતા લોકાર્પણ

 
ઘટના
ઉદ્ઘાટનના માત્ર ૨૪ કલાક પહેલા સર્જાયેલી ઘટનાથી તંત્રની ચિંતામાં વધારો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી તેલ રિફાઇનરી પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે.આગ એટલી વિકરાળ છે કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળી રહ્યા છે.આગ લાગતા જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આવતીકાલે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. આ રિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે.