દુર્ઘટના@રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પર દર્દનાક અકસ્માત, બોલેરો અને સ્વીફ્ટ વચ્ચે ટક્કર થતાં 4ના મોત
બંને કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારના સમયે રાજકોટના ગોંડલ હાઇવે પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના તો ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.આ સાથે અન્ય એક યુવક કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત ચારનાં મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે વહેલી પરોઢે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે પાસે બે કાર વચ્ચે ભયાનક ટક્કત થઈ હતી. વિગતો મુજબ બોલેરો અને સ્વીફ્ટ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક ચર્ચાઓ મુજબ રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદીને સામેથી આવતી બોલેરો કાર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે,બંને કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ તરફ આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ તરફ અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અતિગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થયું હતું. આ તરફ ઘટનાને લઈ 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તો વળી પોલીસને જાણ થતાં સીટી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.