આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં એક દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. શહેરના નાનામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં મહાદેવ મંદિર પાસે એક બિલ્ડીંગની દીવાલ પડતા બે શ્રમિકોના મોત થયા છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલુ હતું. સ્લેબ તોડી રહ્યા હતા ત્યારે જ આ દીવાલ પડી હતી. આજે અચાનક ચોથા માળે સ્લેબ તોડવાનું કામ ચાલી રહ્યું હતુ તે દરમ્યાન એક દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા. જેમાથી, શિવાનંદ અને રાજુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવીને દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી તરત જ શરૂ કરી હતી. જોકે, બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક જ શ્રમિકને બચાવવામાં આવ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બે શ્રમિકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દૂર્ઘટનાની જાણ થતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. દીવાલ પડવાની દૂર્ઘટનામાં બે શ્રમિકોના અચાનક મોત થતા બંને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code