દુર્ઘટના@રાજકોટ: ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટનાં માલીયાસણ ચાર રસ્તા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 5 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બે લોકો વાહનોમાં ફસાયા હતા. અકસ્માતની જાણ મૃતકોનાં પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે.ત્યારે અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડ્યા હતા.હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘાયલોને તેમજ મૃતકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો એક રીક્ષામાં બેઠેલા પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઈવે પર સર્જાયેલ ટ્રાફિક ક્લીયર કર્યો હતો.