આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગોંડલના ઘોઘાવદર ચોકડી પાસે માર્ગ પર બસ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચોટીલા અને જસદણના કોળી પરિવારજનો પ્રાચી પિતૃકાર્ય કરવા માટે જતા હતા તે વેળા એ ઘોઘાવદર ગામ નજીક માર્ગ પર આખલો આડો ઉતરતા તેને ડ્રાયવર બચવા જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 40 લોકોને ઈજા પોહચી હતી જેમાં 29 લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે અને અન્ય ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજ વહેલી સવારે જસદણ તરફતી આવતી આઈકૃપા ટ્રાવેલ્સની લક્સરી બસ ગોંડલના ઘોઘાવદર પાસે પોહચી ત્યારે ઓચિંતા હાઈવે પર આખલો આડો ઉતારતા ડ્રાયવરે બચવા માટે કાવો માર્ટા સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દીધું દેતા લક્ઝરી બસ રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. વહેલી પરોઢે ત્રણક વાગ્યાના સુમારે જસદણ અને ચોટીલા પંથકનો કોળી પરિવાર મીઠી નીંદર મળી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાની જાણ થતા જાણ થતા 108, નગરપાલિકા અને માનવ સેવા સમાજ, માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.અને ગંભીર ઈજા સાથે ઘવાયેલા 29 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની વધુ તપાસમાં ઘવાયેલાઓમાં જસદણના વડાલી અને કમલાપુર તેમજ ચોટીલાના લખચોકીયા ગામનો કોળી પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે જસદણના કમલાપુર ગમે બસ ઉપાડી હટી અને વડાલી ગામ અને લખચોકીયા ગામ સગાસંબંધીઓને લઈ લક્ઝરી બસ ગિરસોમનાથના પ્રાચી ગામે પિતૃકાર્ય કરવા માટે નિકળ્યાં હતા. આ બનાવ અંગે ગોંડલ શહેર પોલીસે લક્ઝરી બસના ડ્રાયવર સામે બેદરકારી અને પૂર ઝડપે વાહન ચલાવી અકસ્માત કરવા અંગેનો ગુનો નોંધી તપાસ પીઆઈ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code