દુર્ઘટના@સાબરકાંઠા: ST બસ, જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 3નાં મોત, 6 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. ST બસ, જીપ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજી-વડોદરા ST બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી ઇજાગ્રસ્તોની મદદે આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને ત્વરિત સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં ખેરોજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગોઝારા ત્રિપલ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.