આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામ નજીક મધરાત્રે અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ રાજકોટથી ઇકોમાં શાકભાજી ભરીને આવી રહેતાં પિતા-પુત્રને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં ટેન્કર ચાલકે ઇકોને અડફેટે લેતાં કારમાં બેસેલાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે. આ તરફ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં સમી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા-ગોચનાદ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. રાધનપુરના રાવળ કાંતિભાઇ ભાવાભાઇ (ઉ.વ.41) અને તેમનો પુત્ર આંનદભાઇ કાંતિભાઇ રાવળ ગઇકાલે રાત્રે પોતાની ઇકોમાં રાજકોટથી શાકભાજી ભરીને રાધનપુર તરફ આવી રહ્યા હતા. આ દરમ્યાન બાસ્પા-ગોચનાદ વચ્ચે એક ટેન્કર ચાલકે તેમને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ગંભીર ઇજાઓને કારણે કાંતિભાઇ રાવળનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ તરફ ઇકો કારને પણ મોટું નુકશાન થયાનું સામે આવ્યુ છે. આ સાથે આનંદભાઇ રાવળને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમી-રાધનપુર હાઇવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે મધરાત્રે આશરે ર વાગ્યા આસપાસ ટેન્કરની ટક્કરે ઇકો કારનો ભુક્કો બોલાઇ ગયો હતો. જેમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ પિતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ.

આ તરફ પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતાં સમી 108 એમ્બ્યુલન્સમાં પાયલોટ સન્ની પરમાર અને ઈ.એમ.ટી વિજેન્દ્ર ડોડીયા દ્વારા તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સમી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code