આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

કોરોના મહામારી વચ્ચે રાધનપુર-કચ્છ હાઇવે પર અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે મધરાત્રે સાંતલપુર હાઇવે પર કોલસો ભરેલું ટ્રેલર અચાનક પલટી મારી ગયુ હતુ. જોકે ટ્રેલરમાં આગ લાગ્યા બાદ કોલસો ભરેલો હોઇ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ફાયર ફાયટર દ્રારા મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે આગની ઘટનામાં ટ્રેલર ચાલક કેબિનમાં જ ભડથું થઇ ગયો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામના પાટીયા પાસે મધરાત્રે દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાત્રીના બારેક વાગ્યે ગાંધીધામથી રાજસ્થાન તરફ જઇ રહેલું કોલસા ભરેલું ટ્રેલર અચાનક પલટી મારી ગયુ હતુ. જેમાં ટ્રેલર પ્રથમ નાળા સાથે અથડાયુ જે બાદમાં પલટી મારી જતાં ચાલક કેબિનમાં જ ફસાયો હતો. આ તરફ ટ્રેલરમાં આગ લાગ્યા બાદ કોલસો ભર્યો હોઇ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમાં ચાલક જીવતો જ કેબિનમાં ભડથું થઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસની ટીમ પણ નજીક જઇ શકે તેવી સ્થિતિ ન હતી. આ તરફ ફાયર ફાઇટરે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code