આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પાટણ જિલ્લામાં દુર્ઘટના બની હતી. સાંતલપુર પંથકના ગામના બે વ્યક્તિ ખેતરમાં હતા તે વખતે વિજળી પડતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ તરફ જાણ થતાં વારાહી પોલીસે વિગતો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે મંગળવારે ચોમાસાની કરવટથી સન્નાટો છવાઈ ગયો હતો. ખેતરે કામ કરવા ગયેલા ઠાકોર જયંતિભાઇ કાનાભાઇ (ઉ.33) અને ઠાકોર હંસાબેન બલરામજી (ઉ.32) ઉપર અચાનક વિજળી પડી હતી. આથી સ્થળ ઉપર જ બંનેનું કરૂણ મોત નિપજયું હતું. દુઃખદ ઘટનાને કારણે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

swaminarayan

advertise

વિજળી પડવાની ઘટના બપોરે 3 વાગ્યે બની હતી. પરિવાર કે અન્ય મારફત વારાહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ થતાં ડોક્ટરે પોલીસને વિગતો આપી હતી. આથી વારાહી પોલીસે મૃતકોની વિગતો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code