દુર્ઘટના@સુરત: 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત, વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકા

 
ઘટના

ઘટનાને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં એક 6 માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડીંગ ધરાશાયી થતાં અંદાજે 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બિલ્ડીંગના કાટમાળ નીચે વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદેસરનુ બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.સમગ્ર ઘટનાને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે.