દુર્ઘટના@થરાદ: સાંચોર હાઈવે પર 3 વાહનો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો,એક નુ ઘટનાસ્થળે મોત

 
થરાદ
જોકે આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા સાંચોર હાઈવે પર 3 વાહનો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે.આ અકસ્માત  ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયો હતો.તેમાં એક વ્યક્તિનું ધટના સ્થળ પર મોત નિપજ્યું છે.ત્યારે મળતી માહિતી મુજબ થરાદ તાલુકમાં આવેલા સાંચોર હાઈવે જાણદી દુધવા વચ્ચે કંકુ ચિમન નજીક પીકઅપ કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ત્યારે હાઈવે પર પાછળથી આવતા ઝડપી ટ્રકે સ્પીડ પર કાબુ ગુમાવતા બંને કારને અડફેટે લીધી હતી. ત્યારે ટ્રક દ્વારા વૃદ્ધને અડફેટે લીધા હતા.જોકે કમનસીબે 40 વર્ષના વૃદ્ધ પર ટ્રકનું ટાયર ફરી વળતા વૃદ્ધનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. તે ઉપરાંત આ ત્રિપલ અકસ્માતમાં માં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે તેઓને તાત્કાલિક થરાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ બાળકને થરાદ હોસ્પિટલ બાગ તાત્કાલિક ધોરણે તેને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર મામલે થરાદ પોલીને જાણ કરવામાં આવી હતી. ત્યારે થરાદ પોલીસ દ્વારા મામલે ફરિયાદ નોંધી અને ઘટના સ્થળની મુલાકાત કરી આગળ તપાસ શરૂ કરી છે.