દુર્ઘટના@યુપી: ડબલ ડેકર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈને ખીણમાં ખાબકી, 8 મુસાફરોના મોત

 
ઘટના

19 મુસાફરો ઘાયલો થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તર પ્રદેશના કન્નોજ નજીક લખનઉ-આગરા એક્સપ્રેસવે પર આજે બપોરે ડબલ ડેકર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ બસમાં સવાર 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી. ફુલ સ્પીડે આગળ ચાલી રહેલા યૂપીડાને પાણી છાંટતું ટેન્કર અથડાઈને પલટી ગયું. બસ ડ્રાઈવર ઊંઘમાં હોવાના કારણે ભરબપોરે આ દુર્ઘટના થઈ છે.

દુર્ઘટના બાદ ત્યાંથી પસાર થઈ રહેલા જળશક્તિ મંત્રી સ્વતંત્રદેવ સિંહે પોતાનો કાફલો અટકાવીને ઘાયલોને બસમાંથી કાઢી યૂપીડા સહિત જિલ્લાના ટોચના અધિકારીઓને સૂચના આપી દીધી. કનૌજના સકરાવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઔરૈયા બોર્ડર પર મિશ્રાબાદ ગામ નજીક દુર્ઘટના થઈ છે. દુર્ઘટના બાદ આજુબાજુના ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ સ્ટેશનને ફોર્સ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ.

એસપીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. 19 મુસાફરો ઘાયલો થયા છે. મૃતક અને ઘાયલો લખનઉ અને તેની આજુબાજુના રહેવાસી છે. જે દિલ્હી નોકરી માટે જઈ રહ્યા હતા. કન્નૌજ ડીએમ શુભ્રાન્ત કુમાર શુક્લા, એસપી અમિત કુમાર આનંદ અને તિર્વા ધારાસભ્ય કૈલાશ રાજપૂત ઘટનાસ્થળે છે. તમામ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કર્યા છે.