દુર્ઘટના@વલસાડ: ખાનગી બસને નડ્યો અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 5 ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વલસાડ નજીક હાઈવે પર ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો છે. બસ રોડ સાઈડના મકાન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. જેમાં બસમાં સવાર મુસાફરોમાંથી 1 નું મોત, 5 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકોએ તાત્કલિક દોડી આવી ઇજાગ્રસ્તો અને અન્ય મુસાફરોને
 
દુર્ઘટના@વલસાડ: ખાનગી બસને નડ્યો અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 5 ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ નજીક હાઈવે પર ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો છે. બસ રોડ સાઈડના મકાન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. જેમાં બસમાં સવાર મુસાફરોમાંથી 1 નું મોત, 5 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકોએ તાત્કલિક દોડી આવી ઇજાગ્રસ્તો અને અન્ય મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વલસાડના ડુંગરીના સોનવાડા ગામે ગોઝારી ઘટના ઘટી છે. 50 મુસાફરોને કાચ તોડી અને બહાર કાઢવામાં આવ્યા છે. બસ મુંબઈથી રાજસ્થાનના ઉદયપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રોડની સાઇડના મકાન સાથે અથડાઇ હતી. જ્યાં અકસ્માત સર્જાતાં અંદર બેસેલાં એક વ્યક્તિનું મોત થયુ તો પાંચ જેટલાં વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.