દુર્ઘટના@વાપીઃ ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં 2 નિર્દોષને કચડી નાખ્યા, 1નું મોત

અટલ સમાાચાર, ડેસ્ક વાપી જીઆઇડીસીચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવતો એક ટ્રક અડફેટે લે છે તે સ્પષ્ટ
 
દુર્ઘટના@વાપીઃ ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં 2 નિર્દોષને કચડી નાખ્યા, 1નું મોત

અટલ સમાાચાર, ડેસ્ક

વાપી જીઆઇડીસીચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવતો એક ટ્રક અડફેટે લે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. વાપી ખાતે બનેલી આ ઘટનામાં એક રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિની વલસાડ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાપી જીઆઇડીસી વિસ્તારમાં એક કંપનીમાં કામ કરતા મદન થાપા નામના મૂળ નેપાળી વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માન બહાદુરગીરી નામના અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે મૃતક મદન થાપાના પુત્રએ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.