દુર્ઘટના@વારાહી: કચ્છથી કેરી ભરીને આવતાં છોટાહાથીને નડ્યો અકસ્માત, યુવકનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, વારાહી કચ્છમાંથી કેરી ભરીને આવતાં છોટાહાથીને વારાહી પુલ પાસે ટ્રકે અડફેટે લેતાં પલટી મારી ગયુ હતુ. જેથી છોટાહાથીમાં બેસેલાં બે વ્યક્તિ પૈકી એકની ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેનું મોત થયુ હતુ.
 
દુર્ઘટના@વારાહી: કચ્છથી કેરી ભરીને આવતાં છોટાહાથીને નડ્યો અકસ્માત, યુવકનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, વારાહી

કચ્છમાંથી કેરી ભરીને આવતાં છોટાહાથીને વારાહી પુલ પાસે ટ્રકે અડફેટે લેતાં પલટી મારી ગયુ હતુ. જેથી છોટાહાથીમાં બેસેલાં બે વ્યક્તિ પૈકી એકની ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે યુવકને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેનું મોત થયુ હતુ. સમગ્ર મામલે છોટાહાથીના ચાલકે અજાણ્યાં ફરાર ટ્રક ચાલક સામે વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના વારાહી પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. ગત રવિવારે કચ્છથી છોટાહાથીમાં કેરી ભરીને ચાલક બળદેવભાઇ દેસાઇ અને વિપુલભાઇ પબાભાઇ ચૌધરી નીકળ્યાં હતા. જે બાદમાં સોમવારે વહેલી સવારે વારાહી પાસે એક બેફામ ટ્રકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી છોટાહાથીને અડફેટે લેતાં બંને ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં છોટાહાથી પલટી મારી જતાં વિપુલ ચૌધરીને ઇજાઓ પહોંચતાં રાધનપુર સારવાર અર્થે ખસેડાયો હતો. જે બાદમાં ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે મહેસાણા લઇ જતી વખતે રસ્તામાં જ મોત નિપજ્યુ હતુ. આ તરફ છોટાહાથીના ચાલક બળદેવભાઇ દેસાઇને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે.

દુર્ઘટના@વારાહી: કચ્છથી કેરી ભરીને આવતાં છોટાહાથીને નડ્યો અકસ્માત, યુવકનું સારવાર વચ્ચે મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વારાહી પુલ પાસે અકસ્માતની ઘટનામાં યુવકનું સારવાર વચ્ચે મોત થતાં ચકચાર મચી ગઇ છે. રવિવારે સાંજે કચ્છથી નીકળ્યાં બાદ સોમવારે સવારે ચારેક વાગ્યા આસપાસ અકસ્માતની ઘટના બની હતી. જે બાદમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર વચ્ચે મોત થયા બાદ છોટાહાથીના ચાલકે અજાણ્યાં ફરાર ટ્રક ચાલક સામે વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.