આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

વિસનગરની સુજલામ-સુફલામ કેનાલમાં આજે સવારે પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. દુર્ઘટનાની જાણ થતાં મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતિ મુજબ બંને પ્રેમીયુગલ મહેસાણાના શંકરપરા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે. પ્રેમીયુગલની લાશ મળતાનું સામે આવતા સ્થાનિકોના ટોળેટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાની બાસણા સુજલામ-સુફલામ કેનાલમાં પ્રેમયુગલે ઝંપલાવી જીવન ટુંકાવ્યુ છે. મહેસાણા શહેરના શંકરપરાના ઠાકોર વિશાલ કનુજી(25-વર્ષ) અને ઠાકોર પૂનમબેન છનાજી (23-વર્ષ) છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધમાં હતા. આજે વહેલી સવારે અચાનક બંનેએ કેનાલમાં કુદી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ બંનેના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા પાલિકાની ફાયર ટીમ દ્રારા ભારે જહેમત કરી બે કલાકને અંતે બંનેના મૃતદેહ બહાર નીકાળ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં બંનેના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધમાં હોવા છતાં કયા કારણોસર આત્મહત્યા કરી તે મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પંથકના સામાજીક આલમમાં ચકચાર મચી ગઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code