દુર્ધટનાઃ શિયાળામાં ધુમ્મસનો કહેર, ટ્રક અને અનેક ગાડીઓ વચ્ચે ટક્કર, 13ના મોત

અટલ સમાચાર, ડેસ્ક પશ્વિમ બંગાળનામાં ધુમ્મસના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક મંગળવારે રાત્રે 9 વાગે ઘણી ગાડીઓ એકસાથે ટકરાઇ ગઇ. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. West Bengal: 13 people died in an accident in
 
દુર્ધટનાઃ શિયાળામાં ધુમ્મસનો કહેર, ટ્રક અને અનેક ગાડીઓ વચ્ચે ટક્કર, 13ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

પશ્વિમ બંગાળનામાં ધુમ્મસના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક મંગળવારે રાત્રે 9 વાગે ઘણી ગાડીઓ એકસાથે ટકરાઇ ગઇ. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

પશ્વિમ બંગાળના જલપાઇગુડીમાં જલપાઇગુડીના એએસપી ડો. સુમંત રોયના અનુસાર મંગળવારે રાત્રે લગભગ 9:05 મિનિટે બોલ્ડરથી ભરેલી એક ટ્રલ માયાનાલીથી પસાર થઇ રહી હતી. ટ્રક મયનાગુડી તરફ જઇ રહી હતી. બીજી તરફ એક ટાટા મેજિક, મારૂતિ વાન રોંગ સાઇડમાં આવી રહી હતી. ધુમ્મસના કારણે પહેલાં ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર થઇ. પછી ટ્રક અને મારૂતિ વાન વચ્ચે ટક્કર થઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ દરમિયાન ટ્રકમાં ભરેલા બોલ્ડર ગાડીઓ પર પડ્યા, આ અકસ્માતમાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 18 લોકોને ઇજા પહોંચી, જેમને પહેલાં ધુપગુડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, પછી તેમને જલપાઇગુડીની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બોલ્ડરથી ભરેલો ટ્રક, એબીજા ટ્રકની ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવી રહેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઇ અને બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.