દુર્ઘટના@અમદાવાદ: બોપલના TRP મોલમાં મધરાતે લાગી ભીષણ આગ,10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

 
આગ ની ઘટના

આગ લાગતાની સાથે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં  ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. મોલના 5મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે ઈમારતના પાંચમા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 

બીજી તરફ આગનો કોલ મળતા જ 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના પહોંચી હતી, અને આગને કાબૂમાં લીધી હતી. મોલના 5 માં માળે આવેલ બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.આગ લાગતાની સાથે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબને જાનહાની ટળી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તો બીજી તરફ TRP મોલમા ગેમિંગ ઝોનની બાજુમાં જ થિયેટર આવેલું છે, સમય સૂચકતાથી તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.