દુર્ઘટના@અંજાર: કચ્છમાં ટ્રેઇલરે સ્કૂલ બસને ટક્કર મારી, 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત

 
અંજાર અકસ્માત

ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલકે અચાનકથી સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. જેમાં અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજાઓ થઇ છે. સતાપર ફાટક પાસે દબડા નજીક અકસ્માત થયો છે. જેમાં બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.અંજારના સલીમભાઈ રાયમા જ. સેક્રેટરી જમિયત ઉલ્માએ જણાવ્યા મુજબ આજરોજ સવારના 8:30 વાગ્યાના અરસામાં જમિયત ઉલ્મા એ હિન્દ શાહ ઝકરિયા હાજી પીર પબ્લિક સ્કૂલની બસ રાબેતા મુજબ જઈ રહી હતી.

ગૌતમ ટ્રાન્સપોર્ટના ટ્રેઇલર ચાલકે અચાનકથી સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી. પરંતુ અકસ્માતમાં 10વિદ્યાર્થીનીઓ અને એક કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે. કંડક્ટર અને 2 વિદ્યાર્થીનીઓને વધુ સારવાર અર્થે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બાકી 2 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ છે જે અંજારની સરકારી હોસ્પિટલમાં છે. અંજાર પોલીસે અકસ્માતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે