દુર્ઘટના@ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાનીમાં આવેલા મંત્રાલય વલ્લભ ભવનમાં લાગી ભીષણ આગ

 
ભોપાલ દુર્ઘટના

જૂન મહિનામાં મધ્યપ્રદેશની બીજી સૌથી મોટી સરકારી ઓફિસ સતપુરા ભવનમાં આગ લાગી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભોપાલમાં આવેલા મંત્રાલય વલ્લભ ભવનમાં આજે ભીષણ આગ લાગી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ આગ પર કાબુ ન મેળવી શકાતા હવે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે. સેનાના જવાનો તેમના ફાયર એન્જિન સાથે વલ્લભ ભવન પહોંચી ગયા છે. સચિવાલયના ત્રીજા માળે આગ લાગી છે.

રાજધાનીમાં વલ્લભ ભવનના રાજ્ય સચિવાલયમાં આગ લાગવાની ઘટના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, મારી જાણમાં આવ્યું છે કે વલ્લભ ભવનની જૂની ઇમારતના ત્રીજા માળે આગ લાગી છે. કલેક્ટર પાસેથી મળેલી માહિતીના આધારે મેં મુખ્ય સચિવને તેની દેખરેખ રાખવા જણાવ્યું છે. ઘટના અંગે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. મને એવું પણ કહેવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવા અમે સૂચનાઓ જારી કરી છ હું આશા રાખું છું કે આવી કોઈ ઘટના ફરી ન બને.

આ પહેલા પણ ગયા વર્ષે જૂન મહિનામાં મધ્યપ્રદેશની બીજી સૌથી મોટી સરકારી ઓફિસ સતપુરા ભવનમાં આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આગમાં 12 હજારથી વધુ મહત્વપૂર્ણ ફાઈલો બળીને ખાખ થઈ ગઈ છે. મતલબ કે રાજ્ય નિર્દેશાલયના લગભગ 80 ટકા દસ્તાવેજો નાશ પામ્યા હતા. આગ લાગી તે સમયે ઈમારતની અંદર એક હજારથી વધુ લોકો હતા, પરંતુ તેઓએ સમયસર બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો હતો.