દુર્ઘટના@ગાઝીપુર: હાઈટેન્શન વાયર પડતાં સળગી જાનની બસ,10થી વધુ જાનૈયા જીવતાં સગળ્યાં

 
બસ
હાઈટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યુપીના ગાઝીપુરમાં જાનની બસ લાઈવ વાયરના કોન્ટેક્ટમાં આવતા તેમાં આગ લાગી હતી જેમા ઘણા લોકોના સળગી જવાને કારણે મોત થયાં હતા. 25 લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. અત્યાર સુધી 10થી વધુ લોકોના મરવાની ખબર છે.

જાનની બસ હતી તે લગ્નપ્રસંગમાંથી જાનૈયા લઈને પાછી આવતી હતી ત્યારે રસ્તમાં મરદહ નજીક એક લાઈવ વાયર તેના પર પડ્યો હતો જેને કારણે આગ લાગતાં બસ સળગી હતી અને જાનૈયાઓ પણ સળગવા લાગ્યાં હતા. વાયરને કારણે બસમાં આગ લાગી ત્યારે તેમાં 30થી વધુ જાનૈયાઓ બેઠેલા હતા, જેમાંના ઘણાના મોત થયાં હોવાનું જણાવાઈ રહ્યું છે.સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. મઉની હોસ્પિટલોમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે. હાઈટેન્શન વાયર અને કરંટ લાગવાને કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા. વીજ વિભાગને કરન્ટ બંધ કરવા અંગે જાણ કરવામાં આવી હતી.