દુર્ઘટના@હરિયાણા: રેવાડી સ્થિત ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતાં 100 થી વધુ કામદારો દાઝ્યા

 
બ્લાસ્ટ

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરિયાણાના રેવાડીમાં કાલે સાંજે એક કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. ફેક્ટરીના 100 થી વધુ કામદારો દાઝી ગયા હતા. જેમાંથી 30 જેટલા કર્મચારીઓની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.ઇજાગ્રસ્તોને રેવાડીના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ઘટનામાં અનેક લોકોના મોત થયાની આશંકા છે.

ફેક્ટરીમાં અચાનક બોઈલર બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા 100થી વધુ શ્રમિકો દાઝ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. અન્ય 30 જેટલા કર્મચારીઓની હાલત હાલ ગંભીર છે. તેઓને રેવાડીના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કયા કારણે બ્લાસ્ટ થયો તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લાઈફ-લોંગ ફેક્ટરીમાં સાંજે 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો, જેના પગલે અનેક ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ ફેક્ટરીમાં દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 30થી વધુ શ્રમિકોના હાલત ગંભીર છે.