દુર્ઘટના@કોટા: હેંગિંગ બ્રિજ પાસે કાર અને ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત, DSP સાહિત 2 ના મોત

 
દુર્ઘટના

અકસ્માતમાં રાજેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

રાજસ્થાનના કોટામાં એક ભયાનક માર્ગ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. અહીં શંભુપુરા નજીક હેંગિંગ બ્રિજ પાસે ડીએસપીની કારની ટ્રોલી સાથે જોરદાર ટક્કર થઇ હતી.ત્યારે આ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવ્યો હતો અને તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે,આ અકસ્માતમાં DSP રાજેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે મહિલા DSP ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા છે.આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ કોટાના હેંગિંગ બ્રિજ નજીક શંભુપુરા નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં એક DSPનું કમકમાટીભર્યું મોત થયું હતું.તો બીજી તરફ તેમની સાથે રહેલા મહિલા ડીએસપી ગંભીર રીતે ઘાયલ થયા હતા.ત્યારે આ ઘટનાસ્થળે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા હતા.

 

આ સાથે જ માહિતી મળતાં જ કોટા સિટી એસપી ડૉ. અમૃતા દુહાન સહિત અનેક પોલીસ અધિકારીઓ મેડિકલ કોલેજ પહોંચ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ડીએસપી રાજેન્દ્ર સિંહ કોટા આરએસી સેકન્ડ બટાલિયનમાં તૈનાત હતા અને તેમને 15 દિવસ પહેલા જ તેમની પ્રથમ પોસ્ટિંગ મળી હતી.જ્યારે ડીએસપી અંજલિ સિંહ ચિત્તોડગઢ નજીક બેગુમાં સીઓ તરીકે તૈનાત છે. અકસ્માતમાં રાજેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અંજલિ સિંહ ગંભીર રીતે ઘાયલ છે.આ અંગે મૃતકના પરિવારને જાણ થતા તેનો પરિવારમાં આક્રન્દ છવાઇ ગયું છે.