દુર્ઘટના@મોરબી: હરીપર ગામ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાળકીનું મોત, બે સારવાર હેઠળ

 
અકસ્માત

સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબી જીલ્લાના માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ હરીપર ગામના રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અકસ્માતમાં ટ્રક ચાલકે ચાર સવારીમાં જઈ રહેલ બાઈકને હડફેટે લેતા સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતકની માતા અને ભાઈને ઇજાઓ પહોંચેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા માળિયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા માળીયા પોલીસ દ્વારા આ બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી જીલ્લાના માળીયા મીંયાણા ખાતે આવેલ કાજરડાના ભોળ વિસ્તારમાં રહેતા નિઝામભાઈ મોવર તેમના પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર (30), પુત્ર મોહમ્મદ અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર (11) અને પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર (7) બાઇકમાં માળીયા મીંયાણા ખાતેથી નિઝામભાઈ મોવરનું સાસરિયું સુરજબારી નજીક હોય ઈદ કરવા માટે તેઓ ત્યાં જતા હતા. ત્યારે તેઓના ચાર સવારીમાં જતા બાઈકને કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે માળીયાના હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે હડફેટે લીધું હતું.

આ અકસ્માત બનાવમાં બાઇકમાં સવાર ચાર પૈકીના નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લાવવામાં આવ્યુ હતુ.હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં નિઝામભાઈના પત્ની નસીમબેન અને પુત્ર મોહમ્મદ અઝરુદ્દીનને ઇજાઓ પહોંચી હતી જ્યારે પુત્રી નજમાબાનું (ઉંમર 7) નું મોત નીપજ્યું હતું.હાલ ફરિયાદ લેવા માટેની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી.