દુર્ઘટના@પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માત, 5થી વધુના મોત

ST બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના અકસ્માતમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગોઝારી ઘટના આજે સવારે પાટણ જિલ્લામાં સર્જાઈ છે. ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ST બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રીક્ષાને બસે ટક્કર મારતાં રીક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યું નીપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. રીક્ષામાંથી લોકોના મૃતદેહ પણ બહાર પડ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.