દુર્ઘટના@રાજકોટ: સતત બીજા દિવસે શહેરમાં અકસ્માતની ઘટના, એક વેપારીનું ઘટનાસ્થળે મોત

 
અકસ્માત
દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં એકવાર ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટ ના 150 ફૂટ રિંગ રોડ પર રામપીર ચોકડી ઓવર બ્રિજ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો.જેમા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ સમયમાં ઘણા યુવાનો નશાના રવાળે ચઢી રહ્યા છે. ત્યારે આ નશાના રવાળે ચઢેલા લોકોએ રસ્તા પર કહેર શરૂ કરી દીધો છે. આવું જ કઇંક રાજકોટ માં જોવા મળ્યું હતું. રાત્રિના સમયે બનેલી ઘટનામાં એક નશામાં ધૂત શખ્સે જેનું નામ અનંત ગજ્જર છે તેણે એક સેન્ડવિચનો ધંધો કરતા વેપારી જેનું નામ કિરીટભાઈ પૈંદા છે જેમને અડફેટે લીધા હતા.

કિરીટભાઈ જ્યારે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ કાર ચાલકે બાઈક સવારને અંદાજીત 200 મીટર સુધી ઢસડ્યા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતું. માહિતી અનુસાર, અકસ્માત થયો ત્યારે કારમાં અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ સવાર હતા. કારને અનંત ગજ્જર ચલાવી રહ્યો હતો. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે માટે હવે RTO અને FSL ના અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. મેડિકલ ટેસ્ટમાં જો બંન વ્યક્તિઓ પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી તેમના પર ગુનો દાખલ કરવામાં આવશે.