દુર્ઘટના@સાબરકાંઠા: ભાંખરાથી વજેપુર રોડ પર ઝાડ સાથે બાઈક અથડાતા ત્રણ યુવાનોના મોત

 
અકસ્માત

બાઇક પૂરઝડપે હોવા અને અકસ્માત સર્જાવાને લઈ આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના ભાંખરા થી વજેપુર રોડ પર અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. વિજયનગરમાં રોડની સાઇડમાં બાઇક ઉતરી જતાં ઝાડ સાથે અથડાયુ હતુ. અકસ્માતમાં ત્રણેય યુવાનોના મોત નિપજ્યા છે.

વીરપુર મતાલી ગામના બે યુવાનો બાઇક લઈને પોતાના મિત્રને લેવા માટે ગયા હતા અને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો.વિજયનગરના ભાંખરા વજેપુર રોડ પર બાઇક ઝાડ સાથે અથડાવાને લઈ ત્રણ યુવાનોના મોત નિપજવાની ઘટના સામે આવી છે.વીરપુર મતાલી ગામના બે યુવાનો પોતાના મિત્રને લેવા માટે ગયા હતા. અમદાવાદથી આવતા મિત્રને લઈ પરત ફરતા રોડ સાઇડમાં બાઇક ઉતરી જતા ઝાડ સાથે ધડાકાભેર અથડાયુ હતુ.અકસ્માતમાં ત્રણેયના મોત નિપજ્યા હતા.

ઘટના અંગે વિજયનગર પોલીસ મથકે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે તપાસ શરુ કરી હતી. બાઇક પૂરઝડપે હોવા અને અકસ્માત સર્જાવાને લઈ આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સાથે જ અકસ્માતની ઘટના કેવી રીતે ઘટી એ સ્પષ્ટ જાણવા માટે પણ કાર્યવાહી શરુ કરી હતી.