દુર્ઘટના@સમી: મધરાતે 3 ખેડૂતને બેફામ ટેમ્પોએ અડફેટે લીધા, એકનું મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સમી સમી તાલુકાના ગામે મોડીરાત્રે રોડ પર ઉભેલા ત્રણ લોકોને ટેમ્પોચાલકે ટક્કર મારતાં એકનું મોત થયુ છે. ગઇકાલે મોડીરાત્રે તાલુકાના ગામે ત્રણ ખેડૂત રોડની સાઇડમાં ઉભા હતા. આ દરમ્યાન અચાનક રાધનપુર તરફથી આવતાં ટેમ્પોએ તેમની પાછળથી ટક્કર મારતાં તેઓ સાઇડની ચોકડીઓમાં પડી ગયા હતા. જ્યાં એક ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું
 
દુર્ઘટના@સમી: મધરાતે 3 ખેડૂતને બેફામ ટેમ્પોએ અડફેટે લીધા, એકનું મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી તાલુકાના ગામે મોડીરાત્રે રોડ પર ઉભેલા ત્રણ લોકોને ટેમ્પોચાલકે ટક્કર મારતાં એકનું મોત થયુ છે. ગઇકાલે મોડીરાત્રે તાલુકાના ગામે ત્રણ ખેડૂત રોડની સાઇડમાં ઉભા હતા. આ દરમ્યાન અચાનક રાધનપુર તરફથી આવતાં ટેમ્પોએ તેમની પાછળથી ટક્કર મારતાં તેઓ સાઇડની ચોકડીઓમાં પડી ગયા હતા. જ્યાં એક ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત થયુ છે. આ સાથે ટેમ્પોએ આગળ ઉભેલા ટ્રેક્ટરને પણ ટક્કર મારતાં તેમાં પણ બેઠેલાં લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત ખેડૂતે ટેમ્પો ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના ગોચનાદ બસ સ્ટેન્ડ નજીક ગોધાણા ત્રણ રસ્તા પાસે ટેમ્પોની ટક્કરે ખેડૂતનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે ગોચનાદ ગામના ભરતભાઇ ચૌધરી અને રણછોડભાઇ ચૌધરી બાઇક લઇને ગોધાણા રોડ પર આવેલ ખેતરમાં રાતવાસો કરવા નિકળ્યાં હતા. આ દરમ્યાન ગોધાણા ત્રણ રસ્તા પાસે રોડની ડાબી સાઇડમાં રબારી પેથાભાઇ જામાભાઇ ઉભા હોઇ ત્યાં પહોંચી વાતચીત કરતાં હતા. આ તરફ અચાનક રાધનપુર તરફથી એક ટેમ્પોએ પુરઝડપે આવી ત્રણેયને ટક્કર મારતાં તેઓ સાઇડની ચોકડીઓમાં પડી ગયા હતા.

દુર્ઘટના@સમી: મધરાતે 3 ખેડૂતને બેફામ ટેમ્પોએ અડફેટે લીધા, એકનું મોત, 2 ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બેફામ ટેમ્પોની ટક્કરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાં રબારી પેથાભાઇ જામાભાઇનું મોત થયુ હતુ. આ સાથે ભરતભાઇ અને રણછોડભાઇ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ટેમ્પોએ આગળ જઇ એક ટ્રેક્ટરને પણ અડફેટે લીધુ હોઇ તેમાં બેસેલ વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ભરતભાઇએ ટેમ્પો ચાલક સામે સમી પોલીસ મથકે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187 મુજબ ગુનો નોંધાવ્યો છે.

દુર્ઘટના@સમી: મધરાતે 3 ખેડૂતને બેફામ ટેમ્પોએ અડફેટે લીધા, એકનું મોત, 2 ઇજાગ્રસ્ત
જાહેરાત