દુર્ઘટના@સુરત: લાડવીથી કોસમાડા જતા માર્ગ પર બની દુર્ધટના,મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી

 
બસ એક્સીડન્ટ

બસનું ટાયર ફાટતા રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કામરેજમાં બસ કેનાલમાં ખાબકી છે. જેમાં લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આ દુર્ધટના બની છે. બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. તેમાં મુસાફરોને સ્થાનિકોએ બહાર કાઢયા હતા. તેમજ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર બસ કેનાલમાં ખાબકી હતી. બસનું ટાયર ફાટતા રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકી હતી.

અકસ્માત સમયે બસમાં મુસાફરો ભરેલા હતા. જેમાં બસ પાણીમાં ખાબકતા સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો મદદે આવ્યા હતા. જેમાં બસમાંથી મુસાફરોને બહાર કાઢયા હતા. તાત્કાલિક કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી કરી રહી છે. ગુજરાતમાં હાઈ-વે પર થતાં અકસ્માતો અટકાવવા માટે પ્રત્યેક શહેર અને જિલ્લામાં એક હાઇ-વેની પસંદગી કરી સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા માટેનું મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે.