આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, થરા

કાંકરેજ તાલુકાના ગામ આજે સવારના સમયે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ પાર્સિંગની કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી. સ્થાનિકોના મત મુજબ કારની ઝાડ સાથેની ટક્કર એટલી ભયંકર હતી કે, ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત પોલીસ દોડી આવી હતી. જે બાદમાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામ નજીક અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. આજે સવારના સમયે ગામ નજીક વર્ના કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડથી સાથે અથડાતાં ચાલકને ઇજાઓ પહોંચી હતી.

જોકે કારની સ્પિડ વધુ હોઇ ગંભીર પ્રકારની ઇજાઓને કારણે ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં પરીજનો શોકમગ્ન બનયા છે. સમગ્ર મામલે થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code