દુર્ઘટના@વડોદરા: અપનાબજાર બેન્કરોડ ખાતે ત્રણ માળની જર્જરિત ઇમારત થઈ ધરાશયી

 
Imarat dharasayi

આ ઇમારત નીચે પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતાં કારને ભારે નુકસાન થયું હતું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ એજ્યુકેશન સ્કુલની જર્જરિત ઇમારત ત્રણ દીવસ આગાઉ મોડીરાત્રે ધરાશયી થઇ હતી જો કે મોડી રાત્રે બનાવ બનતા મોટી હોનારત કે જાનહાનિ ટળી હતી પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઇ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને અન્ય જોખમી ઇમારતોના સર્વે કરવાની તસ્દી સુધ્ધાં લેવામાં આવી ન હતી ત્યારે ગઈ કાલે મોડી રાત્રે શહેરના ચાર દરવાજા માંડવી સ્થિત અપનાબજાર બેન્કરોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશયી થઈ હતી.

આ ઇમારત નીચે પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતાં કારનો ખુરદો બોલાઈ ગયો હતો, સદનસીબે ફરી એકવાર કોઇ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા વિજ કંપનીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં કેટલીય ઇમારતો જર્જરિત હાલતમાં છે. વડોદરા મહાનગરપાલિકાની બેજવાબદારીને કારણે ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના બને તો નવાઇ નહીં કારણ કે પાલિકા તંત્ર દરવર્ષે ચોમાસામાં શહેરના જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે