દુર્ઘટના@વલસાડ: પારડીના ચીવલ ગામમાં ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત અને 3 લોકોને ગંભીર ઇજા

 
વલસાડ

રાજ્યમાં માર્ગ સુવિધા સારી હોવા છતાં અકસ્માતોની સંખ્યા વધી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પારડીના ચીવલ ગામમાં ગોઝારો અકસ્માત સર્જાયો. ઘટનાની સામે આવેલ વિગત મુજબ પારડીના ચીવલ ગામ પાસે થયેલ અકસ્માતમાં પિકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો.પારડીમાં પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ બે લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતને પગલે પારડી પોલીસ ઘટના સ્થળ પર પંહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 

વલસાડ હાઈવે પર અવાર-નવાર અકસ્માતોની વણઝાર જોવા મળી છે. પહેલા પણ વડોદાર નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 2 લોકોના મોત અને 5ને ગંભીર ઇજાઓ પંહોચી હતી. બે વર્ષ પહેલા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકસાથે 9 કારો એકબીજા સાથે અથડાઈ હતી.

હાઈવે પર સર્જાયેલ આ અકસ્માતને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે આ વિચિત્ર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત થવાનું મોટું કારણ બેદરકારી અને વધુ પડતી સ્પીડ હોવાનું ટ્રાફિક પોલીસે જણાવે છે.