દુ:ખદ@અરવલ્લી: વીજ કરંટના 2 બનાવમાં 1 યુવકનું મોત, મહિલા સારવાર હેઠળ

અટલ સમાચાર,મોડાસા કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે અરવલ્લી જીલ્લામાં આજે વીજ કરંટ લાગવાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત તો અન્ય એક મહિલા સારવાર હેઠળ છે. આજે મોડાસાના તાલુકાના ગામે ડિપ્લોમાનો અભ્યાસ કરતાં યુવકને ઘરના સ્વીચબોર્ડમાં પ્લગ ભરાવતી વખતે કરંટ લાગ્યો હતો. આ તરફ મેઘરજ તાલુકાના ગામની મહિલાને પણ સ્વીચ
 
દુ:ખદ@અરવલ્લી: વીજ કરંટના 2 બનાવમાં 1 યુવકનું મોત, મહિલા સારવાર હેઠળ

અટલ સમાચાર,મોડાસા

કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે અરવલ્લી જીલ્લામાં આજે વીજ કરંટ લાગવાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત તો અન્ય એક મહિલા સારવાર હેઠળ છે. આજે મોડાસાના તાલુકાના ગામે ડિપ્લોમાનો અભ્યાસ કરતાં યુવકને ઘરના સ્વીચબોર્ડમાં પ્લગ ભરાવતી વખતે કરંટ લાગ્યો હતો. આ તરફ મેઘરજ તાલુકાના ગામની મહિલાને પણ સ્વીચ ચાલુ કરતાં કરંટ લાગતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુ:ખદ@અરવલ્લી: વીજ કરંટના 2 બનાવમાં 1 યુવકનું મોત, મહિલા સારવાર હેઠળ
મોડાસાના શિણાવડ ગામના મૃતકની તસવીર

અરવલ્લી જીલ્લામાં આજે વીજ કરંટ લાગવાના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. જેમાં પ્રથમ મોડાસા તાલુકાના શિણાવડ ગામે રહેતા નયનકુમારનું કરંટ લાગવાથી મોત થયુ છે. આજે સવારના સમયે ઘરના સ્વીચબોર્ડમાં પ્લગ ભરાવવા જતાં વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ યુવકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

દુ:ખદ@અરવલ્લી: વીજ કરંટના 2 બનાવમાં 1 યુવકનું મોત, મહિલા સારવાર હેઠળ
છીટાદરા ગામની મહિલાના પરિવારજનો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે જીલ્લામાં વીજકરંટના બે બનાવમાં એક યુવકનું મોત થયુ છે. આજે મેઘરજ તાલુકાના છીટાદરા ગામે 30 વર્ષિય મહિલાને કરંટ લાગતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા ઘરમાં સ્વીચ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને લઇ પરિવારજનો સહિત આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. બાદમાં મહિલાને તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ICU હેઠળ ખસેડવામાં આવી છે.