દુ:ખદ@દેશ: પૂર્વ PMના પુત્ર અને RLD ચીફ ચૌધરી અજીત સિંહનું કોરોનાથી નિધન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક પૂર્વ PM ચૌધરી ચરણસિંહના પુત્ર તથા RLD ચીફ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન થયુ છે. નોંધનિય છે કે, અજીતસિંહ 22મી એપ્રિલના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ ફેફસામાં વાયરસ ખૂબ તેજીથી ફેલાતો રહ્યો. મંગળવારે તેમની તબિયત વધારે નાજુક થઈ. તે બાદ તેમને ગુરુગ્રામ લઈ
 
દુ:ખદ@દેશ: પૂર્વ PMના પુત્ર અને RLD ચીફ ચૌધરી અજીત સિંહનું કોરોનાથી નિધન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પૂર્વ PM ચૌધરી ચરણસિંહના પુત્ર તથા RLD ચીફ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન થયુ છે. નોંધનિય છે કે, અજીતસિંહ 22મી એપ્રિલના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ ફેફસામાં વાયરસ ખૂબ તેજીથી ફેલાતો રહ્યો. મંગળવારે તેમની તબિયત વધારે નાજુક થઈ. તે બાદ તેમને ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા. કોરોનાથી સંક્રમિત અજીતસિંહનું આજે નિધન થતાં ઉત્તરપ્રદેશના નેતાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ તથા દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીત સિંહનું આજે નિધન થઈ ગયું, તેઓ કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. 86 વર્ષના અજીત સિંહની તબિયત મંગળવાર રાતથી ખૂબ જ નાજુક હતી અને ગુરુગ્રામની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મીડિયા અહેવાલ અનુસાર કોરોના વાયરસ સંક્રમણના કારણે તેમના ફેફસામાં વાયરસ ફેલાઈ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજીતસિંહ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના દીકરા હતા. તેઓ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા ગણાતા હતા અને બાગપતથી 7 વાર સાંસદ તથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા હતા. તેમના નિધનના સમાચાર પ્રપાત થતાંની સાથે જ ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે તથા બાગપતમાં પણ શોકનો માહોલ છે. દેશના મોટા જાટ નેતા તરીકે અજીત સિંહની ગણતરી કરવામાં આવી હતી.