File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે સવારે ગુરૂગ્રામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એકાદ મહિના અગાઉ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન આજે સવારે 3:30 વાગે ગુરૂગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં તેમને અંતિમ ‌શ્વાસ લીધા હોવાની વિગત તેમના પુત્રએ ટ્વિટર મારફતે આપી હતી. આ તરફ પ્રધાનમંત્રી સહિત અનેક દિગ્ગજોએ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અહેમદ પટેલના નિધન પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું છે કે, મેં એક અરપિવર્તનીય કૉમરેડ, એક વફાદાર સહયોગી એન મિત્રને ગુમાવ્યા છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે, અહેમદ પટેલના રૂપમાં મેં એક સહયોગીને ગુમાવ્યા છે, જેમનું સમગ્ર જીવન કૉંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની ઈમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા, તેઓ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમનામાં ઉદારતાનો દુર્લભ ગુણ હતો, જે તેમને બીજાથી અલગ કરતા હતા.

File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. અહેમદ પટેલે વર્ષો સુધી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું અને માનવામાં આવે છે કે તેઓ તેમના દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયનો હિસ્સો હતો.

File Photo

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, આ એક દુખદ દિવસ છે. શ્રી અહેમદ પટેલ કૉંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓએ કૉંગ્રેસ પાર્ટી માટે જીવ્યા અને સાથી કઠિન સમયમાં પાર્ટી સાથે ઊભા રહ્યા. તેઓ અતિમહત્ત્વપૂર્ણ હતા. અમે તેમને યાદ કરતાં રહીશું. ફૈઝલ, મુમતાઝ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

File Photo

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને અહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, અહેમદજી એક એવા સિનિયર સાથી હતા જેઓ હંમેશા અમારી સાથે ઊભા રહ્યા. તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

અહેમદ પટેલની રાજકીય સફર

કોંગ્રેસ પાર્ટી અને 10 જનપથના ચાણક્ય મનાતાં સીનિયર નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અહેમદ પટેલે 1976માં મેમૂના અહમદ સાથે લગ્ન કર્યા હતા. તેઓ મેમૂના પટેલ, દીકરા ફૈસલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલને નિરાધાર છોડીને દુનિયામાંથી વિદાય લીધી છે. પટેલનો પરિવાર રાજનીતિથી હાલ દૂર છે. અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલ 39 વર્ષના છે. તેઓ બિઝનેસ એન્ત્રપ્રિન્યોર છે. મૂળ રૂપે તે હેલ્થકેર, એજ્યુકેશન અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેમણે દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. ફૈસલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરૂ કર્યુ છે.

અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. હાલમાં ઈડીએ અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્ધિકીના ઘરે અને ઓફિસ પર રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ હાલમાં જ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.

3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં

ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. 1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.

નોંધનિય છે કે, અહેમદ પટેલ ગાંધી પરિવારના સૌથી નજીક અને ગાંધીઓ બાદ નંબર 2 પર માનવામાં આવી રહ્યા હતા. ઘણા પ્રભાવશાળી અસરવાળા અહેમદ પટેલ લો પ્રોફાઈલ રાખતા હતા. સાઈલેન્ટ અને દરેક માટે સિક્રેટિવ હતા. રાજનીતિથી દુર તેમણે ઘણી સાદગીથી પારિવારીક જીવન વિતાવવું પસંદ હતું. પટેલે પ્રયાસ કરતા કે દિલ્હી અને દેશની મીડિયા તેમની પ્રોફાઈલ ન હોય. તે ટીવી ચેનલ પર નહોતા દેખાતા પરંતુ તેના પર તેમનો કન્ટ્રોલ કરવાનો આરોપ લાગતો હતો. ગાંધી પરિવાર અને પ્રધાનમંત્રીઓને સતત મળતા રહેતા હોવા છતા તેમની તસ્વીરો બહું ઓછી છે.

અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક આોજીત કરી રાજી કરીલીધા હતા. 1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા, ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી.

ટ્વિટર પર અહેમદ પટેલને શ્રધ્ધાંજલી 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code