આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે ધાનેરામાં અમાનવીય ઘટના સામે આવી છે. ધાનેરા તાલુકાના ગામે એક ઇસમ દ્રારા અબોલા નંદી(આખલા)ને ટ્રેક્ટર પાછળ બાંધી અને ગામ આખામાં ઘસેડ્યો હતો. ચાલકે એટલી હદે આખલાને ઘસેડ્યો કે તેનું કરૂણ મોત નિપજ્યુ હતુ. સમગ્ર ઘટના અંગે ગામના જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક આખલાને જમીનમાં બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ચોતરફથી લોકો આ ટ્રેક્ટર ચાલક સામે ફીટકાર વરસાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં ગામનો જ વ્યક્તિ આખલાને પોતાના ટ્રેક્ટર પાછળ બાંધી અને ગામ આખામાં ઘસેડી રહ્યો હોવાનું દેખાય છે. પ્રાથમિક તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે, આ આખલો ખેતરમાં પડેલુ અનાજ ખાઇ ગયો હોવાનું ટ્રેક્ટર ચાલકે ગુસ્સો નિકાળવા આ કૃત્ય કર્યુ છે. જોકે હાલતો સમગ્ર મામલે ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ધાનેરા તાલુકાના ગામે આ સમગ્ર ઘટના બાદ પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ઉભી થઇ છે. ગામના જ વ્યક્તિએ આખલાને ટ્રેક્ટર પાછળ બાંધી જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી તેને ગામમાં ઘસેડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં આખલાના મોત બાદ તેને દાટી દીધો હોવાથી પોલીસે પણ લોડર દ્રારા તેને જમીનની બહાર નિકાળી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code