દુ:ખદ@નાસિક: હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થતાં સપ્લાય અટકતાં 22 દર્દીના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે નાસિકથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી. જેથી ઓક્સિજન ન મળવાના કારણે 22 દર્દીઓના મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ લીકેજના કારણે આશરે અડધા કલાક સુધી ઓક્સિજન સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. જોકે બાદમાં સપ્લાય શરૂ
 
દુ:ખદ@નાસિક: હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થતાં સપ્લાય અટકતાં 22 દર્દીના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે નાસિકથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી. જેથી ઓક્સિજન ન મળવાના કારણે 22 દર્દીઓના મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ લીકેજના કારણે આશરે અડધા કલાક સુધી ઓક્સિજન સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. જોકે બાદમાં સપ્લાય શરૂ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી. આ દરમ્યાન સારવાર લઇ રહેલતાં 22 દર્દીઓના મોત થયા હતા. વિગતો મુજબ દુર્ઘટના વખતે હોસ્પિટલમાં કુલ 23 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. હાલ સ્થાનિક પ્રશાસને લીકેજનું કારણ તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં કુલ 171 દર્દીઓ દાખલ હતા. ઓક્સિજન લીકેજ બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.