આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પંચમહાલમાં સગી માતાએ બે બાળકોને કૂવામાં નાંખી દેતા ચકચાર મચી ગયો હતો. જનેતા જ બાળકોના કાળ બનતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પિતા અને પરિવારનું આંક્રદ કેમે કરીને રોકાતુ નહતુ અને ગામ આખુ સ્તબ્ધ થઈ આ ગોઝારી ઘટનામાં સ્તબ્ધ હતુ. કૂવામાં ડુબી ગયેલા બાળકોના મૃતદેહ બહાર કઢાતાની સાથે જ ગામ હિબકે ચઢ્યુ હતુ. બે માસૂમની જીંદગી તેમની જ માતાએ છીનવી લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલમાં માતાએ જ પોતાના 2 બાળકોની હત્યા કરી નાખી. પંચમહાલના રાયણવાડિયા ગામમાં માતાએ 2 બાળકોની હત્યા કરી નાખી. માતાને એવો તે કેવો કાળ ચઢ્યો કે પેટના જણ્યાને આમ કુવામાં ફેંકી દીધા? પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા માતાએ 7 વર્ષ અને 9 વર્ષના બાળકોને કુવામાં ફેંકી દીધા. ત્યારે આ અંગે પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

26 May 2020, 2:59 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code