દુ:ખદ@પાટણ: માર્ગ અકસ્માતની ઘટનામાં 2 ઠાકોર યુવકોના મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે મળેલી છૂટને કારણે આવન-જાવન વધતાં લગભગ દરરોજ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર નજીક ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં ઠાકોર સમાજના બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ તરફ અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની
 
દુ:ખદ@પાટણ: માર્ગ અકસ્માતની ઘટનામાં 2 ઠાકોર યુવકોના મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે મળેલી છૂટને કારણે આવન-જાવન વધતાં લગભગ દરરોજ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર નજીક ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં ઠાકોર સમાજના બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ તરફ અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઇજાગ્રસ્ત યુવકે અજાણ્યા ટ્રક ચાલક સામે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના રાજપુર નજીક ગઇકાલે સાંજે ટ્રકચાલકે બાઇકને ફંગોળતાં બે યુવકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, મૂળ પાટણના વતની જગદીશસિંહ નટુજી ઠાકોર મણીયારી તેમના ફોઇના ઘરે રહેતાં હતા. આથી સોમવારે મણીયારીથી તેમના મિત્ર ઠાકોર સુનિલજી દશરથજી અને ઠાકોર કિશનજી નરસંગજી સાથે પાટણ આવ્યા હતા. જોકે સાંજે પાણથી મણિયારી જતી વખતે રાજપુર નજીક ટ્રકને ઓવરેટક કરતી વખતે ટ્રકચાલકે ગાડી બાઇક તરફ જમણી બાજુ લાવીને ટક્કર મારી હતી.

આ દરમ્યાન ટ્રકની ભયંકર ટક્કરથી ત્રણેય યુવકનો નીચે પટકાયા હતા. જ્યાં ફરીયાદીને પણ માથા અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી. જોકે અન્ય બે યુવકો સુનિલજી અને કિશનજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. જેને લઇ ફરીયાદી જગદિશસિંહે અજાણ્યા ટ્રકચાલક સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ તાલુકા પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે આઇપીસીની કલમ 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.