આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર પાલિકાના રનિંગ કોર્પોરેટરનું આજે નિધન થતાં સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પાલિકામાં વર્ષોથી ચૂંટાઇ આવતાં શહેર ભાજપના આગેવાન એવા અંકુરભાઇ જોષીનું લિવરની બિમારીથી અવસાન થતાં પરિવારને આભ ફાટી પડ્યુ છે. છેલ્લા કેટલાંક મહિનાથી લિવર માટે શરૂ કરેલી મથામણ બાદ આજ સુધી ડોક્ટરના માર્ગદર્શન અને ઇશ્વરકૃપાથી શરીરનો સાથ મળ્યો હતો. લોહીનું ગ્રુપ સેટ નહીં થતાં લિવર મળી શક્યુ ન હતુ. પરીચિતો સાથે સવારે વાત કર્યા બાદ અચાનક અવસાનના સમાચાર આવતાં સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકાના લોકપ્રિય નગરસેવક અંકુરભાઇ જોષીનું આજે અવસાન થયુ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બિમાર હોઇ અમદાવાદ સારવાર લીધા બાદ રાધનપુર નિવાસ સ્થાને આવ્યા હતા. લિવરની બિમારી હોઇ સારવાર કરવા દવા અને દુઆ સહિતની દોડધામ કરી હતી. જોકે અંકુરભાઇના લોહીનું ગ્રુપ ધરાવતું નવું લિવર મળી શક્યુ ન હતુ. અગાઉથી ખૂબ તૈયારી કરી છતાં નવિન લિવર નહીં મળતાં આજે અચાનક અવસાન થયુ છે. સારવાર બાદ તંદુરસ્ત બની લોકસેવામાં જોડાય તે પહેલાં જ જીવ ગુમાવી બેસતાં પરિવારને કદી ન પુરાય તેવી ખોટ પડી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સઘન સારવાર મેળવી અંકુરભાઇ રાધનપુર પોતાના ઘરે આરામ પર હતા. નવિન લિવર મેળવવા માટે અગાઉથી જ અરજી કરી હોઇ તંદુરસ્ત જીવનની આશા હતી. જોકે આજે અચાનક બપોર બાદ અકાળે અવસાન થતાં તેઓના પરિવાર, સમર્થકો, મિત્રો, સ્નેહિજનો અને પાલિકા પરિવારને દુ:ખદ આઘાત લાગ્યો છે. અંકુરભાઇ જોષીનું નિધન થયાની ખબર પડતાં સમગ્ર પંથકમાં દુ:ખદ ગમગીની છવાઇ ગઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code