દુ:ખદ@રાજકોટ: નદીમાં ન્હાવા પડેલાં મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓનું ડૂબવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્વતંત્રતા દિવસની સંધ્યાએ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે નદીમાં 2 યુવાન ન્હાવા ગયા હતા. જોકે, ઊંડા પાણીમાં ફસાઈ જતા બંને યુવાનના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને શોધખોળ શરુ કરી હતી. આજે બંને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડી
 
દુ:ખદ@રાજકોટ: નદીમાં ન્હાવા પડેલાં મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓનું ડૂબવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્વતંત્રતા દિવસની સંધ્યાએ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે નદીમાં 2 યુવાન ન્હાવા ગયા હતા. જોકે, ઊંડા પાણીમાં ફસાઈ જતા બંને યુવાનના મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને શોધખોળ શરુ કરી હતી. આજે બંને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહની પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરુ કરી છે. બંને યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામ નજીક વીશીય ગામની નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા બે યુવકોના મોત થયા છે. ઘટનાસ્થળેથી પોલીસને બંને યુવાનના કપડા, પાકીટ અને બાઇક મળી આવ્યું છે. બંને યુવાનના પરિવારજનોને પોલીસે જાણ કરી છે. જુવાનજોધ દીકરાના મોતથી બંનેના પરિવારમાં માતમ છવાય ગયો છે. તેમજ પીડીયુ કોલેજમાં શોક વ્યાપી ગયો છે.