આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ત્રણ આગેવાનો બદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. જ્યાં અલકનંદા ખાડીમાં કાર ખાબકતા એક યુવકનું મોત નિપજયું હતું. કાર ખીણમાં પડતાં એકનું મોત, બીજા એક યુવકને ગંભીર ઈજાઓ અને અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે પણ કોઈ પત્તો લાગ્યો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા ભાજપ મહામંત્રી મૃગેશ રાઠોડ અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ કૃપાલસિંહ ઝાલાબદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. જ્યાં અલકનંદા ખાડીમાં તેમની કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી તેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ગાયબ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code